Thursday, September 25, 2014

સત્તા કે સેવા

એક જમાના મા નૈતીકતા માટે જેનો પરચમ વિશ્વભર મા લેહરાતો હતો એ ભારત દેશમાથી લાગે છે નૈતીકતા વિદાય લેવાની તૈયારી મા છે. આજે પોતાના સ્વાર્થ ને સાધવા માટે લોકો કોઇનુ પણ ગમે તેટલી હદે નુકસાન કરવામા પણ પીછેહઠ કરતા નથી, અને એમા પણ સવાલ જો સત્તા નો હોઇ તો તો ભયો ભયો.

આજે મહારાષ્ટ્ર મા જે તમાશો થઈ રહ્યો છે એમા જનતા નુ હિત નહિ પણ પોતની રાજનિતીક મહત્વ્કાંશા ને સિધ્ધ કરવા માટે ની રીતસર ની પડાપડી છે.હુ કોઇ વ્યક્તીગત નામ લઈને કોઇને દોષ આપવા નથી માંગતો , કેમ કે કોઇ પાર્ટી આમાથી બકાત નથી.

એક્તરફ ભાજપ જાણે કે પોતે ૧૦૦ ટકા શુધ્ધ હોઇ એમ સ્પષ્ટીકરણ તેના તરફ થી અપાઈ રહયા છે, અને શિવસેના જાણે કે ટોટલ મહારાષ્ટ્ર ના હિંદુત્વ નો ઠેકો પોતે લિધેલો હોઇ એમ ભાજપ ને બેવફા જાહેર કરી દીધુ. જાણે કે શિવસેના સાથે ગઠ્બંધન તોડ્યુ એટલે હિંદુત્વ ની સાથે દગો કર્યો એવા સ્ટેટ્મેંટ તેના પ્રવક્તા દ્વારા અપાઈ રહ્યા છે. અને એ પણ નેશનલ ન્યુજ ચેનલો ઉપર. અહીયા સવાલ હિંદુત્વ નો કે હિદુઓ નો નથી, પણ સવાલ છે સત્તા પ્રાપ્ત કરાવા નો પણ વોટ મેળવવા પોતાની લાલસા ને હિંદુત્વ નો રંગ આપવા ની ખુલ્લેઆમ કોશીશ થઈ રહી છે.

રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી શિવસેના ના સર્વેસર્વા સામના પત્ર મા અનેકો વખત વંશીય પરમ્પરા માટે કોંગેસ ને આડે હાથ લેતા આવ્યા છે, અને પોતાની પાર્ટી ની વાત એ કરતા નથી. એમની પાર્ટી મા પણ એ જ થવા જઈ રહ્યુ છે . આદરણીય બાલા સાહેબ પોતાનુ જીવન નીડરતા થી જીવ્યા. પોતાના લેખ અને પોતાના વચન દ્વારા પણ તેઓ આજીવન લાખો લોકો ના હ્રીદયસમ્રાટ રહયા . અને શિવસેના ની કમાન તેમણે પોતાના પુત્ર ને સોપી. આજે ઉધ્ધ્વ ઠાકરે પણ તેમના પુત્ર આદીત્ય ઠાકરે ને પ્રમોટ કરી રહ્યા છે. આમા સેવાભાવ ક્યા છે.

બીજી તરફ ભાજપ ને લાગે છે કે લોકસભા મા ભાજપ ને મહારાષ્ટ્ર મા સારુ એવુ સમર્થન મળ્યુ જેથી એને લાગે છે કે મોદી લહેર મા ભાજપ રાજ્ય ચુટણી મા પણ તરી જાય.અને સત્તા નો સ્વાદ ચાખવા મળે.

તો બીજી તરફ NCP અને કોંગ્રેસ મા પણ આજ જપાજપી પછી આ ગઠ્બંધન ના પણ તાર તુટી ગયા.હવે કોંગ્રેસ અને NCP બન્ને અલગ અલગ લડશે.

MNS તો છે જ મેદાન માં જેણે કઈ ગુમાવવા નુ નથી પણ જો થોડીક પણ સીટો જો MNS ને મળી જાય તો તેના માટે મહારાષ્ટ્ર ની રાજનીતી મા નવા દ્વાર ખુલી જશે. અને વાત જો સરકાર બનાવવા મા ટેકા ની આવી તો એનો ફાયદો પણ તેને મળી શકે છે.

આ તમામ મગજમારી મા બિચારી જનતા પીસાવાની છે એ વાત નક્કી છે. કેમકે આ વખતે પંચકોણીય ચુટ્ણી યોજાવાની છે એ વાત લગભગ નક્કી જ છે અને જેમા ચાર દળો એવા છે જેમનુ રાજનીતીક કદ મોટુ છે. જેથી વોટ પન ઘણા વહેચાવાની સંભાવના રહેલી છે. તો મહારાષ્ટ્ર મા પણ દીલ્લીવાળી ના થાય એ જોવાનુ રહ્યુ. 

Tuesday, September 23, 2014

ભારત મા ધનવાન અને પ્રસીધ્ધ લોકો માટે કાયદો નરમ શા માટે?

કાયદા ધનવાન અને પ્રસીધ્ધ લોકો માટે નરમ છે, કેમ કે લોક્તંત્ર ના દરેક પાયા કાચા છે. જેના મુળભુત કારણ નીચે મુજબ છે.

(૧)
     ભારત એ જ કાયદા અમલ મા છે જે અંગ્રેજો દ્વારા બનાવવા મા અવ્યા હતાહતા.
અંગ્રેજો એ એવા કાયદા એ પ્રમાણે બનાવ્યા જે અંગ્રેજ અધીકારી ,તેમની કમ્પની અને એમના વફાદાર સેવકો નુ હીત સચવી તેમને કાયદાકીય રીતે બચાવી શકાય.
     આજાદી પછી પણ કાયદા એ જ ચાલે છે તો પરીસ્થીતી પણ એ જ છે. છે.ચુટાયેલા નેતા અને ઉચ્ચ હોદ્દા ના અધિકારી મનફાવે તે કરે છે. કોઇ તેમનુ કૈ કરી શકતુ નથીનથી.
     કેમ કે કયદા મા તેમના માટે છટ્કબારી છે.
નવુ લોક્પાલ બીલ પણ તેમાથી બાકાત નથી.

(૨) 
    અમેરીકા એ બંધારણ ના પેહલા સુધારા સાથે જ અમેરીકા ના તમામ નાગરીકો ને મુળભુત અધીકારો આપી દીધા હતા અને ખરા અર્થમા પ્રજા ના હાથ મા સત્તા સોપી. એથી ઉલટુ ભારત મા બંધારણ મા પેહલા જ સુધારા સાથે જ નાગરીકો ના હાથમાથી તમામ સત્તા છીનવી લેવામા આવી. 
    હવે પ્રજા (નાગરીકો) ફક્ત એક દિવસ ના રાજા હોઇ છે જે દિવસે એ નક્કી કરે છે કે આવતા પાંચ વરસ આપણી ઉપર કોણ રાજ કરશે. જેને આપણે ચુટણી કહીયે છે.

(૩)
    આજાદી પછી ભારત ને ભાષા ના આધાર ઉપર વહેચવા મા આવ્યો.આથી સ્વાભાવીક રીતે જ જાતી,ધર્મ અને વર્ણ મા પણ ભારત વહેચાય ગયો. જેથી નેતાઓ માટે એ વોટ્બેંક બની ગયો. હુ મારી જાતી કે ધર્મ ના જ વ્યક્તી ને વોટ આપીશ ભલે ને પછી એ ગુંડો, બલાત્કારી હોઇ. હોઇ.એ મારા ધર્મ અને જાતી ની તો રક્સા કરશે, પછી ભલે એ માનવ અધીકારો ની વિરુધ્ધ હોઇ.

(૪)
 ન્યાયીક વ્યવસ્થા મા સુધારો, કોઇ નહી.
 ન્યાયાધીશો ની સંખ્યા પણ વસ્તી વધારો જોતા ઘણી જ ઓછી છે.
અદાલતો ની સંખ્યા પણ ઘણી જ ઓછી છે વસ્તી ના સંદર્ભ મા.
ન્યાયાધીશો 1 વરસ મા જેટલી રજા માણે છે એમા કોઇ કાપ નથી.
એક અથવા બીજા કાયદાદ્વારા પણ તેઓ ચુટાયેલા અને સરકાર મા બેઠેલા નેતાઓ ની દેખરેખ મા જ કામ કરે છે.
છે.
બંધારણ મા ન્યાયાધીશો ને એટ્લો  અધીકાર નથી કે તેઓ આર્મી ને પોલીસ વીરુધ્ધ કોઇ પગલા લેવા કહી શકે.
ન્યાય ના ભણતર ,ડીગ્રી,ડીગ્રી,કે ગુણવત્તા મા કોઇ સુધાર નથી. 
અરે! મીડલ ક્લાસ ફેમેલી નો વકીલ પણ સીધો સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટ મા એપ્રોચ નથી કરી શકતો.

(૫)
 કોઇ પણ ઉચ્ચ અધીકારી ને ભારે દંડ ની સાથે જવબદારી આપવી જોઇએ, પણ એવી કોઇ સુવીધા બંધારણ મા નથી.

(૬)
જ્યારે કાયદા નો અમલ કયદા ને તોડી મરોડી ને કરવા મા આવે એવા સંજોગો મા કોઇ મોટા દંડ ની જોગવાય નથી. અરે! આપણે ત્યા તો નાના નાના કામો મા જ્યારે યોગ્ય પધ્ધ્તીસર કાયદા નુ પાલન ના થાય ત્યા તો કોઇ દંડ ની જોગવાઇ પણ નથી.
બધુ નૈતીકતા ઉપર નીર્ભર છે. પણ આ શબ્દો તો લાગે છે ખાલી પુસ્તકો મા જ રહી ગયા છે.

(૭)
ભારત મા લિમીટેડ ડેમોક્રેસી(લોક્તંત્ર) છે ..મોટાભાગ ના લોકો ને તો એનો અર્થ પણ ખબર નથી.

(૮)
ધનવાન લોકો ને કાયદા નો ભય નથી.
ફક્ત પ્રમાણીક માણસ જ કાયદા થી ડરે છે.
દરેક પૈસદાર લલ્લુ પંજુ જાણે છે કે દરેક ગેર્કાયદેસર કામ ભવિષ્ય મા કાયદેસર થય જશે.
ઉદાહરણ તરીકે :  કોઇ બિલ્ડરે ગેરકાયદેસર કોઇક જમીન ઉપર ગેરકાયદેસર બિલ્ડીંગ કે એપાર્ટ્મેંટ બનાવી દીધો , તો ૯૯.૯૯% કેસ મા કોઇ સરકારે એજંસી એને જમીનદોસ્ત નહી કરે.અને જો એવુ કરવાનો પ્રયત્ન કરે તો કોર્ટ માથી એક અથવા બીજા કાયદા ના લૂપહોલ્સ નો ઉપયોગ કરી તેના ઉપર સ્ટે નો ઓર્ડર મળી જશે.અને એક દિવસ તે બિલ્ડીંગ કે એપાર્ટ્મેંટ ગેરકાયદેસર માથી કાયદેસર થય જશે.

(૯)
ખોટા અફીડેવીટ્ કરો :કોઇ સજા નઈ.
ગવર્મેંટ ઓફિસ માથી અગત્ય ની ફાઈલ ચોરાય જાય: કોઇ સજા નઈ.
ગેર્કાયદેસર બાંધકામ : કોઇ સજા નઈ.
પોલીસ સ્ટેશન માંથી ગવાહો ના અસલ સ્ટેટ્મેંટ ખોવાય જાય : કોઇ સજા નઈ.
કોર્ટ કે હાઈકોર્ટ ના હુકમ ની અવમાનના : કોઇ સજા નઈ (ખાલી નવો કેશ લડ્વો પડે)

શોધીયે તો આવા હજારો કારણો મળી જાય. જેના કારણે સમાન્ય માણસ કાયદા થી ડરે છે અને નેતા અને અમીર લોકો તેનો દુરુપીયોગ કરી ભારત દેશ નો આભાર માની જિંદગી ની મોજ માણે છે

Monday, September 22, 2014

છૂટાછેડાના વકીલ

થોડા વખત પહેલાં એક વકીલ મળી ગયા. એ છૂટાછેડાના સ્પેશિયાલીસ્ટ હતા. ગમે તેવો અટપટો કેસ હોય, પણ એ વકીલ કેસ હાથમાં લે એટલે તમને છૂટાછેડા મળી જ જાય. અમે એમને પૂછ્યું :
‘તમારી પાસે તો જાતજાતના કેસ આવતા હશે નહિ ?’
મને કહે, ‘વાત જ ના પૂછશો. હમણાં જ એક રસોઈયાનો કેસ મારી પાસે આવ્યો છે. તમને ખબર છે એને શા માટે છૂટાછેડા જોઈએ છે ?’
‘શા માટે ?’
‘એની પત્ની ઘરમાં રસોઈ બનાવવાની ના પાડે છે એટલે !’
‘ઓત્તારી ભલી થાય ! એ પોતે તો રસોઈયો છે. પછી વાંધો શું છે ?’
‘બસ, એ જ વાંધો છે ને ? એ રસોઈયો કહે છે કે હું આખો દા’ડો કામ કરીને ઘરે આવું ત્યારે મને ગરમાગરમ ભોજન ના મળે તો લગ્ન કરવાનો મતલબ શો ?’
‘વાત તો સાચી છે.’
‘બીજા એક ટ્રાફિક પોલીસમેનનો કેસ છે. એ કહે છે કે હું મારી બૈરીથી ત્રાસી ગયો છું.’
‘કેમ ?’
‘કહે છે કે આખો દિવસ ઘરમાં ટ્રાફિક કંટ્રોલ જ કર્યા કરે છે.’
‘એમ ? શી રીતે ?’
‘કોઈ વાર કહે છે આ રૂમમાં ‘નો એન્ટ્રી’ છે, આવતા જ નહિ, કારણ કે હમણાં જ પોતું કર્યું છે ! હું આરામથી પાટ ઉપર આડો પડ્યો હોઉં તો સાવરણી હલાવતી આવી પહોંચે છે. કહે છે કે ઊઠો, અહીં ‘નો પાર્કિંગ’ છે ! અને મારે હાથખર્ચીના પૈસા જોઈતા હોય તો એ આપતી જ નથી. કહે છે કે આ ઘરમાં પૈસા માટે ‘વન-વે’ છે !’
અમે હસી પડ્યા, ‘કમાલ છે. પણ તમારી પાસે કોઈ વકીલનો કેસ આવ્યો છે કદી ?’
વકીલ સાહેબનો આખો મૂડ ઊતરી ગયો. ‘જવા દો ને ? મારી વાઈફને જ છૂટાછેડા જોઈએ છે ! પાછી ઉપરથી કહે છે કે તમે જ મારો કેસ લડી આપો !’
‘અરે બાપ રે !’
‘મારી હાલત તો સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે.’
‘કેમ ?’
‘કેસ હારી જાઉં તો ફી જાય અને જીતી જાઉં તો વાઈફ જાય !’
'મનુ શેખચિલ્લી'