પ્રધાનમંત્રીશ્રીએ આ નવો રીવાજ ચાલુ કર્યો છે. એ હવે રેડિયો પર આવીને 'મનની વાત' કરે છે. (જોકે આ રવિવારે 'મની'ની વાત કરી.)
કહે છે કે આવતા મહિનાના રવિવારે મનની વાતમાં 'નશા'ની વાત કરવાના છે. હવે બોલો, જે માણસ બધાને માત્ર ચા પીવડાવે છે એને 'નશા'માં શું સમજ પડે ?
પણ છોડો, તમને એમ થશે કે યાર, મન્નુભાઈ તો પ્રધાનમંત્રીની પાછળ પડી ગયા છે. એટલે આપણે એમ કલ્પના કરો કે બીજાઓના મનમાં મનની શું વાત ચાલતી હશે ?
* * *
રાહુલ ગાંધી ઃ
''હવે કાશ્મીર અને ઝારખંડમાં ચૂંટણી ? હે ભગવાન, આ ચૂંટણીઓ કદી બંધ નહિ થવાની ?''
* * *
મનમોહનસિંહ ઃ
(એ તો મનની વાત મનમાં જ રાખીને મનમાં ને મનમાં બોલી રહ્યા છે) ''હી હી હી... આ દશેરા વખતે મને કુંભકરણ સપનામાં આવીને પૂછતો હતો કે મનમોહનજી, તમે સળંગ દસ-દસ વરસ લગી શી રીતે ઊંઘી શકો છો ?''
* * *
રોબર્ટ વઢેરા ઃ
''મન કી બાત ? માય ફૂટ ! આઈ ડુ ઓન્લી મની કી બાત.''
* * *
સોનિયા ગાંધી ઃ
''મન કી બાટ ?... ઓ રિયલી ? પિછલે ડસ સાલ સે ટો રિમોટ સે મૈં ને હી ઉસે મ્યુટ કી ઠી... અબી મન કી બાટ કોન લગા રાહા હાય ?''
* * *
આલિયા ભટ્ટ ઃ
''મન કી બાત... અં... આઈ નો... ઈટ્સ અ ટ્રિક ક્વેશ્યન... બટ અભી જમાના મોડર્ન હો ગયા હે. મેં તો ક્વિન્ટલ કી બાત કરુંગી...''
* * *
રજનીકાન્ત ઃ
''મા... ઈન્ડ ઈટ !!''
* * *
બકો ઃ
''જો બકા, મનની વાત મનમાં જ રાખવાની, આપડે કંઈ મોદી નથી.''
* * *
હિમેશ રેશમિયા ઃ
''જોયું ? મારી ફલોપ ફિલ્મ 'મન કા રેડિયો' આખરે નેશનલ હિટ નીકળી ને !''
- મન્નુ શેખચલ્લી
No comments:
Post a Comment