આને કહેવાય 'ચુત્સ્પા' !
- હિબુ્ર ભાષાના આ શબ્દના અસલી અર્થને આપણે ક્યારના પચાવી ચૂક્યા છીએ !
આ 'ચુત્સ્પા' એટલે વળી શું ?
ફિલ્મ 'હૈદર'માં એની સંપૂર્ણ સમજૂતી આપી છે. આ હિબુ્ર ભાષાનો એક શબ્દ છે, જેને ઈઝરાયેલના લોકો વારંવાર વાપરે છે. ફિલ્મ 'હૈદર'માં આ શબ્દને સમજાવતાં શાહીદ કપૂર એક કિસ્સો કહે છે ઃ
એક વાર એક જુવાન છોકરાએ એનાં મા-બાપનાં બેરહમીથી ખૂન કરી નાંખ્યા. એ પકડાઇ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. એને ફાંસીની સજા થવાની હતી. ત્યારે એ જુવાન કહે છે 'જજ સાહબ, મુજ પર રહમ કિયા જાય...'
જજસાહબ કહે છે 'તુમ ને બે-રહમી સે અપને માં-બાપ કા કત્લ કિયા હૈ. અબ તુજ પર રહમ કૈસે ?'
જુવાન કહે છે, 'વો યું... કિ મૈં અબ યતીમ હું ! અનાથ હું !'
આને કહેવાય 'ચુત્સ્પા' ! યાને કે હદ વગરની બે-શરમી અને નફ્ફટાઇ.
આપણા દેશમાં તો આવા 'ચુત્સ્પા'ના નમૂના ઠેરઠેર જોવા મળે છે. પરંતુ અમુક કિસ્સાઓ તો શિરમોર છે....
* * *
મકબૂલ ફીદા હુસૈન
જનાબ બહુ ફેમસ પેન્ટર હતા. એક વાર તો મહોત્તરમાં ઈન્દિરા ગાંધીને એમણે દૂર્ગા માતાના સ્વરૃપમાં ચીતરીને ઓલરેડી સરકારની રહેમ-નજર પણ કમાઈ લીધી હતી. પછી કોણ જાણે જનાબ હૂસૈનને શું સૂઝયું તે હિન્દુઓની દેવી સરસ્વતીને નિર્વસ્ત્ર ચીતરી માર્યાં ! દેશભરમાં બહુ મોટો હંગામો ખડો થઈ ગયો. ચારે બાજુથી વિરોધ થયો, પરંતુ જનાબ હુસૈન સાહબને રાતોરાત જે ઈન્ટરનેશનલ પબ્લિસીટી મળી ગઈ એમાં તેઓ બહેકી ગયા. સરસ્વતીજીથી અટકી જવાને બદલે જનાબે પીંછીને એવી જોશભેર ઘૂમાવવા માંડી કે શંકર, પાર્વતી, હનુમાન, રામ, સીતા એવા કંઇક હિન્દુ દેવી-દેવતાઓને બ્રશની હડફેટમાં રંગી નાંખ્યા. જનાબ હુસૈન સાહબની જેટલી ટીકા થતી, એટલી જ એમની હિંમત વધતી ગઈ.
આખરે એક વાર એમણે જોશમાં ને જોશમાં ભારત માતાને પણ ન્યુડ ચીતરી નાંખી ! જનાબે આખરી હદ વટાવી દીધી ત્યારે એમની ઉપર દેશભરની કોર્ટોમાં ડઝનબંધ કેસો થયા. જનાબ હુસૈનમિંયાં હવે દોડતા થઇ ગયા. પણ એમની 'ચુત્સ્પા'ની સ્ટાઇલ જુઓ ઃ સુપ્રીમ કોર્ટને અરજી કરી કે મહેરબાન જજસાહબ, અબ તો મૈં બૂઢા હો ગયા હું ! ઠીક સે ચલ ભી નહીં પાતા ! ઇસલિયે મેરે સારે કેસ એક હી કોર્ટ મેં ચલાયેં જાંયેં...'
નામદાર કોર્ટે એ પણ કરી આપ્યું. એ પછી જનાબ હુસૈન સાહબે નવી ચુત્સ્પાગિરી કરી.. એ દેશ છોડીને દૂબઈમાં જ ઠરીઠામ થઈ ગયા ! વાહ જનાબ વાહ.
દેશ ઉપર સૌથી મોટી ચુત્સ્પાઇ એ થઇ કે જનાબનું જ્યારે મૌત થયું ત્યારે એમને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં એ જ લોકો આગળ પડતા હતા જેમણે હુસૈનને ભાંડવામાં કશું બાકી નહોતું રાખ્યું !
... આને કહેવાય ટોટલ ચુત્સ્પા !
* * *
માનવ અધિકાર પંચ
માનવ અધિકાર પંચ તો ભારતમાં થતી ચુત્સ્પાગિરીનો રાષ્ટ્રીય મંચ છે !
આતંકવાદીઓ એમની એકે-૪૭ વડે, એમના હેન્ડગ્રેનેડ વડે, કે એમના આરડીએક્સ વડે સામટા ડઝનબંધ નિર્દોષ નાગરિકોને બેરહમીથી રહેંસી નાંખે ત્યારે કોઇ 'માનવ' કોઈ માનવનો અધિકાર એમની નજરે સુદ્ધાં આવતો નથી.
પણ જ્યારે એમાનાં કેટલાક આતંકવાદીઓ જીવતા પકડાઈ જાય છે ત્યારે ખુલ્લમખુલ્લી બેશરમી અને નફ્ફટાઇથી માનવ અધિકાર પંચ આગળ ફરિયાદ કરે છે કે અમારા ગુનાની કબૂલાત કરાવવા માટે પોલીસ 'માનવીય' તરીકાઓ અપનાવતી નથી.
એટલું જ નહિ, જ્યારે એમને સજા ફરમાવવામાં આવે છે ત્યારે પોતાના 'અમાનવીય' ગુનાઓના બદલામાં તેઓ 'માનવીય' વર્તન અને 'માનવ-સહજ' માફી, દયા, રહમ મહેરબાની, કૃપા અને 'વિશેષાધિકાર'ની માગણીઓ કરે છે.
દેશ સાથે સૌથી વધુ ચુત્સ્પાઈ ત્યારે થાય છે જ્યારે માનવ અધિકાર પંચ આવા આતંકવાદીઓની 'સહાય' કરે છે, અને સેંકડો- હજારો નિર્દોષ માનવોની સહાય બાબતે 'નિઃસહાય' બનીને પોતાના હાથ ઊંચા કરી દે છે.
.... આ છે રાષ્ટ્રિય 'ચુત્સ્પા' !
* * *
ચુત્સ્પા કલાકારો
આપણા દેશમાં આ પ્રકારના ચુત્સ્પા-પ્રદર્શનો વારંવાર અને ઠેર ઠેર થતાં રહે છે. એમાં અમુક ચુત્સ્પા કલાકારોની વારંવાર રીપીટ થતી ''ચુત્સ્પા-મેથડો' પણ હવે તો જાણીતી થઈ ગઈ છે. જેમ કે...
- લાખો કરોડોના ભ્રષ્ટાચારમાં નેતાઓ જેલમાં ભરતી થાય તેના ત્રીજા જ દિવસે એને છાતીમાં દુઃખાવો થાય ! નેતાજીની 'સારવાર' માટે ટોટલ ''ચુત્સ્પા-ગિરી'નું પ્રદર્શન કરતી સરકાર એમને તરત જ ફાઇવ-સ્ટાર હોટલમાં ખસેડી આપે છે !
- સહકારી બેન્કના મામૂલી ખાતેદારોની ૭૦૦-૮૦૦ કરોડની રકમનું ફૂલેકું ફેરવનાર શેરબજારના કૌભાંડીને એ રકમ ચૂકવવા માટે દર ત્રણ-ચાર વરસે નવી નવી ''ચુત્સ્પા-મુદતો' મળતી રહે છે. છેવટે, ૧૨-૧૫ વરસ પછી મૂળ રકમનું વ્યાજ પણ બમણું થઈ ગયું હોય ત્યારે 'માંડવાળી' કરવા માટે એને ૧૦૦-૨૦૦ કરોડનું 'પરચૂરણ' જમા કરાવવા માટે વધુ એક ''ચુત્સ્પા-મુદત' આપે છે...
- લઘુમતી કોમનો અભિનેતા હોય, ક્રિકેટર હોય કે નેતા... જ્યારે જ્યારે કાનૂનનો ગાળિયો એના ગળા ફરતે ભીંસાય કે તરત એના ગળામાંથી એક ''ચુત્સ્પા-અવાજ' નીકળે છે ઃ 'હું લઘુમતીનો છું એટલે જ મને નિશાન બનાવવામાં આવે છે...'
- અને આ તમામ કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, ગુનાખોરો અને અંડરવર્લ્ડના બાદશાહો છેવટે પોતાના ગુનાઓથી બચવા માટે રાજકારણની પવિત્ર ગંગામાં કૂદી પડે છે ! ચૂંટણીમાં ઊભા રહે છે... અને ''ચુત્સ્પાગિરી'ની હદ વટાવતા હોય તેમ આપણી આગળ બે હાથ ફેલાવીને વિનંતી કરે છે ઃ
'મુઝે આપ કી 'સેવા' કા ઔર એક મૌકા દિજીયે !'
લાગે છે કે આપણી 'લોકશાહી' ઉર્ફે 'ડેમોક્રસી' ઉર્ફે 'જમ્હુરિયત'ને એક નવું હિબુ્ર નામ આપી દેવાનો સમય આવી પહોંચ્યો છે.

No comments:
Post a Comment